Wordpress - gujaratigazal.wordpress.com - "ગુજરાતી ગઝલ™"

Latest News:

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી, − નીલેશ રાણા 13 Aug 2013 | 04:18 pm

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી. આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી. જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઇ ? પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઇ ? નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય ક...

બે ય મળીને એક ઊખાણું ! – રાજેન્દ્ર શુક્લ 12 Jul 2013 | 10:10 am

ના તું જાણે, ના હું જાણું, બે ય મળીને એક ઊખાણું ! હું તારામાં ગયું ઓગળી, તું મુજમાં આવી સંતાણું ! અવલોક્યું તો અલગ રહ્યું ના, આંખોમાં આખ્ખું અંજાણું ! શ્વાસ સરીખા શ્વાસનું સાટું, હરખી ઊઠ્યા હાટ, હટ...

ક્યાંક તું ને ક્યાંક હું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 20 Jun 2013 | 12:44 am

યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં ...

હું ય લખું બસ જરી ? – વિમલ અગ્રાવત 3 Jun 2013 | 09:40 am

તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ ! હું ય લખું બસ જરી ? લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે, હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે, જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી. હું ય લખું બસ જરી ?...

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ ઝા 25 Mar 2013 | 03:57 pm

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું? કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઉંઘ છતાં જાગવાનું શું? સુવાસે પડઘાતું આખું આકાશ છતાં ખાલીપો ખખડે ચોપાસ. ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ? કોણ વિણે છે એક...

ગાન થવાનું – શ્યામ સાધુ 20 Feb 2013 | 05:30 am

હોવાના પર્યાયતણું જો ભાન થવાનું, શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું ! ટેકરીઓના વાતા પવનો જોયા કરજો, આકાશી રસ્તા પર તમને માન થવાનું ! સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા, કોને કહેવું ? કોનું અહીં બહુમાન થ...

બની જા ! – શ્યામ સાધુ 29 Jan 2013 | 04:31 pm

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા ! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા ! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા ! ખર...

કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા 13 Jan 2013 | 03:57 pm

સખીરી, કેમ ઉકેલું લિપિ જળની તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની સખીરી, કેમ ઉકેલું લિપિ જળની પરપોટાનું પોત, પવનનાં પગલાં તરતા નર્યા સપાટી ઉપર જી  રે સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે નહીં રે તળને લેણદેણ કે જ...

મને મનગમતી સાંજ એક આપો ! – જગદીશ જોષી 9 Jan 2013 | 05:30 am

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો : કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો  ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ : પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં ...

તારી યાદ – શ્યામ સાધુ 5 Jan 2013 | 05:30 am

આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું, પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને. હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે, એની તમામ ગંધમાં મૂકી ગયો તને. મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ? ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને. ક...

Related Keywords:

gujarati gazal, સમય નથી, gujarati gazals, shefali choudhary, gazal gujarati, gujaratigazal, ક્ષણમાં ઊડી જઈશ હું છતાં એ, gajal bahu ocha hase je satya vato ne, parvat ne name patthar dariya ne name pani, gujarati ghazals download

Recently parsed news:

Recent searches: